“ડ્રગ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક શાનદાર કાર્યક્રમ

સુરેન્દ્રનગર : નશાના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે હવે યુવાશક્તિ મેદાને આવી છે! ગુજરાત NSUI દ્વારા “ડ્રગ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર NSUI અને સી.યુ. શાહ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોથી થતા શારીરિક અને માનસિક નુકસાન વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ એકસાથે મળીને નશામુક્ત જીવન જીવવાના શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની ગરિમામય હાજરી રહી હતી, જેમાં ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી, AICC સચિવ ઋત્વિકભાઈ મકવાણા, ગુજરાત કોંગ્રેસ ડેલિગેટ ધર્મેન્દ્રસિંહ પરમાર, સુરેન્દ્રનગર NSUI પ્રમુખ યશપાલસિંહ પરમાર, તેમજ મેડિકલ કોલેજના ડિરેક્ટર ડૉ. શ્યામ શાહ અને ડીન ડૉ. સંજય મેહતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેઓ ડ્રગ્સથી દૂર રહી એક સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવે તે જ આજના સમયની માંગ છે. મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

0 Comments