સુરેન્દ્રનગર : શ્રી ગુજરવદી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનદીપ હાઈસ્કૂલ, ગુજરવદી ખાતે 3 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરને સાર્થક કરવા માટે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. જેમાં કે.એફ. મકવાણા (નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગ, સુરેન્દ્રનગર), પાર્થ પરમાર (ડીવાયએસપી - DySP), સિંગરસીયા (હેડ ઓફ એસ.ઓ.જી., સુરેન્દ્રનગર), વિનોદભાઈ મકવાણા (જાણીતા સામાજિક કાર્યકર) ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનાર દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતા સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષમય જીવનમાંથી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓના પ્રત્યક્ષ સંવાદથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

0 Comments