સુરેન્દ્રનગર : ગઈ કાલે શ્રી વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ કો ઓ સોસાયટી 56 વર્ષથી કાર્યરત છે.આજ સુધી ઘણા શિક્ષકોને મંડળી દ્વારા પ્રસંગોપાત લોન અપાયેલ છે.
જેમાં મેડિકલ કિસ્સા માં તુરંત જરૂરી સહાય સહાય કરવામાં આવે છે,આ વઢવાણ શિક્ષક ક્રેડિટ સોસાયટીના સભાસદ તાજેતર માં સ્વ.દલસાણીયા મહેશભાઈ મનજીભાઈ ખમીસણા પ્રાથમિક શાળામા ફરજ બજાવતા હતા. તેમનું આકસ્મિક અવસાન થતા ક્રેડિટ સોસાયટી ના નિયમો અનુસાર મંડળીના સભાસદો ફુલ નહી તો ફુલની પાંદડી સ્વરૂપે રૂપિયા 2,00,000/- મરણોત્તર સહાય સ્વરૂપે આપે છૅ. તેમજ તેમની નિયમિત બચત રકમ રૂપિયા 20000/- વીસ હજાર અને શેર ભંડોળ રકમ રૂ.4010 ચાર હજાર દસ પણ ચેક સ્વરૂપે પરત કરેલ.
આ તકે શ્રી વઢવાણ તાલુકા પ્રાથમિક ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખશ્રી પ્રવીણભાઈ વેગડા, ઉપપ્રમુખ સહદેવ ભાઈ સિંધવ, મંત્રી શ્રી ગણપતભાઈ પરમાર તેમજ કારોબારી મિત્રો નટુભાઈ લિમ્બોલા.દશરથસિંહ અસવાર ,વિનુભાઈ મકવાણા,રમેશભાઈ મેર ઉપસ્થિત રહી અવસાન પામેલ મહેશભાઈ મનજીભાઈ દલસાણીયાના વારસદારને મરણોત્તર સહાયરૂપે રૂપિયા બે લાખનો ચેક આપેલ છે.અને તેમના અવસાન પ્રસંગે પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડાએ ઘેરો શોક વ્યક્ત કર્યો હતો.પરિવાર ને સાંત્વના પાઠવી હતી.

0 Comments