સુરેન્દ્રનગર : ગત રવિવાર, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ જામનગર ખાતે 'આંતર જિલ્લા કરાટે ચેમ્પિયનશિપ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની માર્શલ આર્ટ્સ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૭૦ વિદ્યાર્થીઓએ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. ખેલૈયાઓએ કાતા (Kata) અને ફાઈટ (Kumite) એમ બંને ઈવેન્ટ્સમાં પોતાની કુશળતા બતાવી મેદાન માર્યું હતું.
સુરેન્દ્રનગરની ટીમે આ સ્પર્ધામાં ૧૫ ગોલ્ડ મેડલ, ૨૦ સિલ્વર મેડલ અને ૧૫ બ્રોન્ઝ મેડલ જીતી સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.વિદ્યાર્થીઓની આ અભૂતપૂર્વ સફળતા બદલ જિલ્લા કરાટે કોચ સેન્સાઈન દીપક આર. ચૌહાણ, વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકગણ તેમજ વાલીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.



0 Comments