સુરેન્દ્રનગર : સરકારી સેવામાં રહીને પણ સતત મહેનત અને લગનથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાનું ઉત્તમ ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના એક કર્મનિષ્ઠ કર્મચારીએ પૂરું પાડ્યું છે. જિલ્લા માહિતી કચેરી ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કૌશિકભાઈ રાઠોડની શિક્ષણ વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે પસંદગી થતા, કચેરી પરિવાર દ્વારા તેમનો વિદાયમાન સમારોહ અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી વાતાવરણમાં યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદીએ કૌશિકભાઈની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કૌશિકભાઈએ કચેરીમાં અત્યંત ખંત અને પ્રમાણિકતાથી વહીવટી કાર્ય સંભાળ્યું છે. નોકરીની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલુ રાખી શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવવી એ અન્ય યુવા કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે. કચેરીના તમામ સભ્યોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામનાઓ કરી હતી.
વિદાય લઈ રહેલા કૌશિકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, માહિતી કચેરીનું શિસ્તબદ્ધ અને સહયોગી વાતાવરણ તેમના અભ્યાસમાં ખૂબ મદદરૂપ બન્યું છે. તેમણે અધિકારીઓ અને સાથી મિત્રોના પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કચેરી પરિવાર દ્વારા કૌશિકભાઈને પરંપરાગત રીતે શ્રીફળ અને સાકરનો પડો તેમજ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું. તેમજ શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શક્તિભાઈ મુંધવા, ભાવિકાબેન લીંબાસીયા, જી.એમ. ટોળિયા, કદર્મભાઈ વ્યાસ, અજયભાઈ મહેતા સહિતના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કૌશિકભાઈ સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા. એક કચેરીમાંથી શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં જઈ રહેલા સહકર્મચારીને વિદાય આપતા સૌની આંખોમાં હર્ષ અને ગર્વની લાગણી જોવા મળી હતી.



0 Comments