Posts

Showing posts from October, 2025

સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રવાસ પૂર્વે મહત્વની બેઠક યોજાઈ

Image
સુરેન્દ્રનગર: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીના સુરેન્દ્રનગર જિલ્લાના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખીને જિલ્લા કાર્યાલય "નમો કમલમ્" ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પ્રદેશના સહપ્રવક્તા ઋત્વિજભાઈ પટેલ અને રાજકોટના પ્રભારી તેમજ કાર્યક્રમના ઈનચાર્જ ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખના પ્રવાસના આયોજન અને વ્યવસ્થાપન અર્થે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, સાંસદ ચંદુભાઈ શિહોરા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજા જેવા અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત પૂર્વ ધારાસભ્યો, જિલ્લાના મહામંત્રીઓ, સહકાર અને સંગઠનના હોદ્દેદારો, તેમજ ચૂંટાયેલા સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખના કાર્યક્રમને સફળ બનાવવા માટે બેઠકમાં જરૂરી વિચાર-વિમર્શ અને આયોજન...

સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: 'રન ફોર યુનિટી'નું શાનદાર આયોજન

Image
સુરેન્દ્રનગર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના પાવન અવસરે, 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'રન ફોર યુનિટી' (એકતા દોડ)નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં નાગરિકો, પોલીસ જવાનો અને મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશો ગુંજતો કર્યો હતો. 'રન ફોર યુનિટી'નો પ્રારંભ આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ દોડ શહેરના મુખ્ય માર્ગો જેવા કે જેલ ચોક પરથી પસાર થઈને જવાહર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. આ રાષ્ટ્રીય દોડને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ જવાનો, યોગ પ્રેમીઓ અને નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમી આ દોડમાં જોડાઈને સરદાર પટેલને આદર અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યુ...

સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિરના ૨૦ વર્ષ પૂર્ણ થતા દ્વિદશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન

Image
સુરેન્દ્રનગર: શહેરમાં જવાહર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વિદશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી કૃષ્ણ વલ્લભ સ્વામીની આજ્ઞા અનુસાર તારીખ ૧ નવેમ્બરથી ૭ નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને સફળ બનાવવા અન્ય સ્વામિનારાયણ મંદિરના મહંત સંતો અને હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે કથાના પ્રારંભ બાદ ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રવિવાર, તારીખ ૨ નવેમ્બરના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૩ થી ૫ નવેમ્બર દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે, સાથે જ ઝૂંપડવાસીઓને તાલપત્રી વિતરણનું પણ આયોજન છે. સેવાકીય પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તારીખ ૪ નવેમ્બરના રોજ વિધવા બહેનોને ભોજન તેમજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. તારીખ ૫ નવેમ્બરના રોજ સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં બ્રહ્મ સમાજના બટુકોને યજ્ઞો પવિત (જનોઈ) તેમ...

ખેડૂતોને રાહત આપવા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાની મુખ્યમંત્રીને રજૂઆત

Image
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના સાંસદ ચંદુભાઈ સી. શિહોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તાજેતરના ભારે વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા ભલામણ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, તા. ૨૫/૧૦/૨૦૨૫ થી આજદિન સુધી સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના વઢવાણ, લખતર, લીંબડી, ચોટીલા, સાયલા, ચુડા, ધ્રાંગધ્રા, થાનગઢ, મુળી, પાટડી, હળવદ, બરવાળા, રાણપુર, ધોલેરા, ધંધુકા, વિરમગામ, માંડલ, દેત્રોજ અને જોટાણા સહિતના અનેક તાલુકાઓમાં કમોસમી અને ભારે વરસાદ પડ્યો છે. આ અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંસદ શિહોરાના મતે, ડાંગર, મગફળી, એરંડા, કપાસ, તુવેર અને મઠ જેવા મહત્ત્વના પાકોને મોટું નુકસાન થયું છે. જે ખેડૂતોના પાક તૈયાર થવાની અવસ્થામાં હતા, તે પણ છેલ્લા અઠવાડિયાના વરસાદથી આડા પડી ગયા છે, જેનાથી ખેડૂતોના 'મોં માં આવેલો કોળિયો છીનવાઈ જવાની' પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાંસદ ચંદુભાઈ શિહોરાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ ઝડપથી પાક નુકસાનનો સર્વે કરાવીને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્...

નાયબ કલેકટરના દરોડા: થાનગઢના રતનપર ટીંબામાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું, રૂ. ૨૬.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

Image
સુરેન્દ્રનગર Surendranagar  થાનગઢ: નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે બુધવાર, તારીખ ૨૯/૧૦/૨૦૨૫ ના રોજ થાનગઢ તાલુકાના રતનપર ટીંબા વિસ્તારમાં આકસ્મિક તપાસણી હાથ ધરી ગેરકાયદેસર ચાલતા કાર્બોસેલ (કોલસા) ખનનનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડામાં કોલસા કાઢવા માટે તૈયાર કરાયેલા ૪ ગેરકાયદેસર લાઇન કુવાઓ (ખાડાઓ) જપ્ત કરવામાં આવ્યા હતા. ટીમ દ્વારા સ્થળ પરથી આશરે રૂ. ૨૬,૧૦,૦૦૦/- ની કુલ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ૨ ટ્રેકટર, ૧ કંમ્પ્રેસર, ૧ જનરેટર, ૧ ડિઝલ મશીન, ૪૦૦૦ મીટર વીજળીનો કેબલ, ૨૦૦૦ મીટર પાણીની પાઇપલાઇન અને ૧૦ બકેટનો સમાવેશ થાય છે. જપ્ત કરેલો તમામ મુદ્દામાલ નિયમોનુસાર કાર્યવાહી માટે મામલતદાર કચેરી, થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે. વધુમાં, ખનન સ્થળે આશરે ૩૫ મજૂરોને રહેવા માટે બનાવવામાં આવેલા કુબા પણ જોવા મળ્યા હતા. ત્યાં હાજર ૫૦ થી ૬૦ મજૂરોને આ જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા સમજાવટ કરવામાં આવી હતી અને તેમને સ્થળ પરથી હટાવવાની કામગીરી ચાલુ છે. નાયબ કલેકટરે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમો સામે "The Gujarat Mineral (Prevention of Il...

સુરેન્દ્રનગર જિલ્લા ભરવાડ સમાજનું પ્રથમ સ્નેહમિલન સંપન્ન: શિક્ષણ અને એકતા પર ભાર..

Image
સુરેન્દ્રનગર Surendranagar : નૂતન વર્ષના મંગળ પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજના પ્રથમ સ્નેહમિલન સમારોહનું આયોજન તાજેતરમાં ગોપાલક શૈક્ષણિક સંકુલ, બાકરથળી-સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંકુલના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, આગેવાનો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. એકતાનો સંદેશ અને સામાજિક વિકાસ પર ભાર વક્તાઓએ ઉપસ્થિત સૌને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજના વિકાસ માટે એકતાની તાતી જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સામાજિક, શૈક્ષણિક અને સર્વાંગી પ્રગતિ માટે રાજકીય મતભેદો અને વ્યક્તિગત ગમા-અણગમાને ભૂલીને સમસ્ત સમાજે એક મંચ પર આવવું અનિવાર્ય છે. સમાજનું સંગઠન જ વિકાસનો પાયો છે, અને આ સ્નેહમિલન સમારોહ તે દિશામાં પ્રથમ પગલું બની રહ્યો. હીરાભાઈ મીર 'ભામાશા'નું શિક્ષણ માટે અનુદાન આ સમારોહનું મુખ્ય આકર્ષણ થાનગઢ પંથકમાં 'ભામાશા' તરીકે જાણીતા અગ્રણી આગેવાન હીરાભાઈ નાથાભાઈ મીરની મોટી જાહેરાત રહી. તેમણે ગોપાલક શૈક્ષણ...

થાનના અમરાપર ગામે નજીવી બાબતે બે જૂથો વચ્ચે મારામારી, ફાયરિંગની આશંકા, ચાર ઇજાગ્રસ્ત, ગામમાં તંગદિલી

Image
સુરેન્દ્રનગર : જિલ્લાના થાન તાલુકાના અમરાપર ગામે રસ્તા પર પાણી ઉડવા જેવી નજીવી બાબતને લઈને બે જૂથો વચ્ચે મારામારીની ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ મારામારીમાં કુલ ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઘટનાની ગંભીરતાને જોતાં સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ વિવાદ અમરાપર અને નજીકના ચિત્રાખળા ગામના કેટલાક લોકો વચ્ચે થયો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે પાણી ઉડવા જેવી સામાન્ય બાબતને લઈને શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ઉગ્ર બની ગયો અને તે મારામારીમાં પરિવર્તિત થયો હતો. બે જૂથો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. મારામારી દરમિયાન વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફાયરિંગ થયાની પણ આશંકાઓ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ જૂથ અથડામણમાં કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક થાનની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ...

ઝીંઝુવાડા નજીક રણમાં ફસાયેલા શ્રદ્ધાળુઓનું સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ: ગ્રામજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Image
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા નજીક આવેલા કચ્છના નાના રણમાં આવેલા પ્રસિદ્ધ વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શનાર્થે આવેલા અનેક શ્રદ્ધાળુઓ માવઠાના વરસાદને કારણે રણના કાદવમાં ફસાયા હતા. આ અણધારી આફતમાં સરકારી તંત્ર મદદરૂપ થાય તે પહેલાં જ ઝીંઝુવાડા ગ્રામજનોએ અદમ્ય માનવતા અને ખમીરનું પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક ગ્રામજનોને આ અંગેની જાણ થતાં જ તેઓ પોતાના ટ્રેક્ટર અને ગાડીઓ લઈને તાત્કાલિક અસરથી ફસાયેલા લોકોને બચાવવા રણ તરફ દોડી ગયા હતા. રાત્રિના સમયે ભારે જહેમત બાદ ફસાયેલા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ઝીંઝુવાડાના ચાલુ સરપંચ હરીચંદ્રસિંહ ઝાલા, જાલમસિંહ રણધીરસિંહ, બીપીન સિંહ, સરવણસિંહ સહિત ઠાકોર સમાજના યુવાનો પણ સહભાગી બન્યા હતા. તેમણે માત્ર લોકોને જ નહીં, પરંતુ રણમાં ફસાયેલી તેમની 25થી વધુ ગાડીઓને પણ ટ્રેક્ટર સાથે બાંધીને કાદવમાંથી ખેંચી બહાર કાઢી હતી. રાત્રિના અંધારામાં 10 થી 12 જેટલી ગાડીઓને બહાર કાઢવામાં આવી હતી.જેમાં નવ ગાડી અને એક ટેમ્પો ટ્રાવેલ્સ નો સમાવેશ થતા આશરે 100 જેટલા શ્રદ્ધાળુઓ રણમાં ફસાયા હતા. જે શ્રદ્ધાળુઓ ફસાયા હતા, તેમને વચ્છરાજપુર...

સુરેન્દ્રનગર નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સભામાં ૭૦ વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું સન્માન કરાશે: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર

Image
સુરેન્દ્રનગર : જિલ્લા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ સી.પી. મહેતાએ એક યાદીમાં જણાવ્યું છે કે આગામી તારીખ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં ૭૦ વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવશે. આ સન્માન કાર્યક્રમ માટે, મંડળની વાર્ષિક સાધારણ સભામાં નક્કી થયા મુજબ, જે સભાસદો તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૭૦ વર્ષ પૂરા કરતા હોય, તેમણે ઓફિસ સમય દરમિયાન સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં આવીને ફોર્મ ભરી જવું ફરજિયાત છે. ફોર્મ ભરતી વખતે સભાસદોએ તેમની જન્મ તારીખનો પુરાવો, રૂ. ૫૦ ફોર્મ ફી, હાલના સમયના બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને પીપીઓ બુક સાથે લાવવા સુરેન્દ્રનગર જિલ્લા નિવૃત કર્મચારી મંડળની એક યાદીમાં જણાવ્યું છે.

સુરેન્દ્રનગર રેલવે પોલીસને બિનવારસી લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી

Image
સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા સાધુ જેવી વ્યક્તિનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે. સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત તારીખ તા. ૧૭/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રે આશરે ૬૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા સાધુ જેવા વ્યક્તિ ટ્રેન વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કોઈ બીમારીને કારણે બેભાન થઈ ગયા હતા. તેમને થાનગઢ રેલવે સ્ટેશનથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે થાનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું અકસ્માત રીતે મરણ થયું હતું. આ વ્યક્તિની ઉંમર આશરે ૬૦ વર્ષ, ઊંચાઈ: ૫ ફૂટ ૫ ઇંચ, બાંધો: મધ્યમ, રંગ/વર્ણ: ઘઉંવર્ણ, કાળા-સફેદ વાળ, મૃતક ઇસમે શરીર પર કેસરી કલરનો ઝભ્ભા જેવું વસ્ત્ર, તેની નીચે કેસરી કલરનું ટી-શર્ટ અને કમરે કેસરી કલરની લુંગી પહેરેલ છે.  આથી મરણ જનાર વ્યક્તિ અંગે કોઈ પણ માહિતી મળ્યેથી સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬-૨૯૬૨૦ અથવા Email id polstn-wr-suren sen@gujarat.gov.in પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

"સાયલા સ્ટેટ શેષમલજી ક્ષત્રિય રાજપૂત સમાજનો જશાપરમા દાદાભાઈની ડેરીએ સ્નેહમિલન સહ સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો

Image
સુરેન્દ્રનગર: તા. ૨૪/૧૦/૨૦૨૫ના રોજ ધાંગધ્રાના જશાપર મુકામે દાદાભાઈ દાદાની ડેરી ખાતે સાયલા સ્ટેટ શેષમલજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ધોરણ ૮ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સાયલા ઠાકોર સાહેબ સન્માનનીય શ્રી સોમરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે સન્માનનીય વાંકાનેર મહારાણા કેસરિદેવસિંહજી ઝાલા સાહેબ તેમજ રણમલદેવસિંહજી ઝાલાએ હાજરી આપી હતી. ખાસ આમંત્રિત બા શ્રી અરુણાબા ચુડાસમાએ સમાજ હિત અને શિક્ષણ પર ભાર મૂકતી પ્રેરક સ્પીચ આપી હતી. સમાજના દીકરા-દીકરીઓ શિક્ષણ, યોગા, આઈટી, ટેલિકોમ, બેન્કિંગ, રમતગમત, રાઇફલ ક્ષેત્રે તેમજ વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું. રોજગારલક્ષી વિચાર સંવાદ દિગ્વિજયસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં સમાજ વધુ આગળ વધે તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. સમાજ સુધારા અને શિક્ષણ ઉપર ભાર મૂકીને સમાજને પ્રગતિના પંથે લઈ જવા...

સુરેન્દ્રનગરના ગોમટામાં ફૂડ પોઈઝનિંગ: વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ 65થી વધુ લોકોને અસર

Image
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં એક ઘરના વાસ્તુ પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ૨૦૦થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ઠંડી છાશ પીધા બાદ આ તમામ લોકોની તબિયત લથડી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા નાના બાળકો, મહિલાઓ અને યુવકો સહિત ૨૦૦થી વધુ લોકોને તાત્કાલિક લીંબડી અને વઢવાણ સહિતની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.  ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમો તુરંત ગોમટા ગામે દોડી ગઈ હતી. આરોગ્ય અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગામમાં ધામા નાખીને અસરગ્રસ્તોની સારવાર માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. જમણવારમાં પીરસાયેલી શંકાસ્પદ ઠંડી છાશનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને તેને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યું છે. આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી ...

સુરેન્દ્રનગરના ચાંમુડાપરામાં જુગાર પર પોલીસ ત્રાટકી, ચાર શખ્સો રૂ.૧૦,૧૨૦ રોકડ સાથે ઝડપાયા

Image
સુરેન્દ્રનગર:  સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે માનવ મંદિર રોડ, ચાંમુડાપરા વિસ્તારમાં સફળ રેઇડ કરીને જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. પઠાણના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.કોન્સ. બળદેવસિંહ પરબતસિંહ પઢીયાર અને અજીતસિંહ દિલુભાને મળેલ ખાનગી બાતમીના આધારે ચાંમુડાપરા શેરી નં-૦૩માં રહેતા ભુપતભાઈ ગાંડાભાઈ કાગડીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની હકીકત મળી હતી. પોલીસે તાત્કાલિક રેઇડ કરતાં તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૧૦,૧૨૦/- તથા ગંજીપાના નંગ-૫૨ સહિતનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ભુપતભાઈ ગાંડાભાઇ કાગડીયા, ભરતભાઇ મંગાભાઇ તરેટીયા, મનસુખભાઇ દેવજીભાઈ પરમાર (ત્રણેય રહે. ચાંમુડાપરા શેરી નં-૦૩) અને કાળુભાઇ વજાભાઇ સિહોરા (રહે. ડેકોરા મંડપવાળી ગલી, સુ.નગર) ને ઝડપી લીધા છે. સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પો.સ્ટે. ખાતે જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુન્હો નોંધીને બી ડિવિઝન પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાઇબીજના પવિત્ર દિવસે માલધારી પરિવારનો આધાર છીનવાયો, સાયલાના ચેકડેમમાં ડૂબી જવાથી સગીરનું કરૂણ મૃત્યુ

Image
સુરેન્દ્રનગર : સાયલા ખાતે ભાઈબીજના પવિત્ર દિવસે જ માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સાયલામાં રહેતા માલધારી પરિવારના આંગણે ભાઈબીજ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પરિવારનો ૧૭ વર્ષીય સગીર ગોપાલ રૂપાભાઈ સભાડ પોતાના પશુઓ એટલે કે ભેંસોને ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયો હતો. સાયલા ગામની સીમમાં આવેલા એક ચેકડેમ પાસે ભેંસોને પાણી પીવડાવતી વખતે આ દુઃખદ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સગીર ગોપાલ ભેંસોને ચેકડેમના પાણીમાંથી બહાર કાઢવા ગયો હતો, ત્યારે અકસ્માતે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના સમયે ગોપાલની સાથે પશુ ચરાવવા ગયેલા અન્ય બે જેટલા કિશોરોએ સમગ્ર ઘટના નજરો નજર જોઈ હતી. સગીરને ડૂબતો જોઈને કિશોરોએ રાડારાડી કરતા આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો અને ખેડૂતો ત્યાં દોડી આવ્યા હતા. ખેડૂતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે સગીરને ચેકડેમમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી હતી. જોકે, કમનસીબે સગીરને સમયસર બહાર કાઢી શકાયો ન હતો અને ચેકડેમના પાણીમાં ડૂબી જવાથી તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ભાઈબીજના પાવન પર્વે જ માલધારી પરિવારના આધાર એવા સગીરનું આકસ્મિક મૃત્યુ થતાં આખા...

આદરિયાણા ગામે વર્ષો જૂની 'ગૌરજ'ની અનોખી પરંપરા..

Image
સુરેન્દ્રનગર: વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના આદરિયાણા ગામે વર્ષો જૂની 'ગૌરજ'ની અનોખી પરંપરા ધામધૂમથી ઉજવાઈ હતી, જેણે ગામની સંસ્કૃતિ અને લોકજીવનને ઉજાગર કર્યું હતું. ગામની સ્થાપના થઈ ત્યારથી ચાલી આવતી પરંપરા મુજબ, બેસતા વર્ષના દિવસે સવારે સૌપ્રથમ ગ્રામજનો પોતપોતાના વિસ્તારમાં ભેગા થયા હતા, જ્યાં સાંપ્રત પ્રશ્નો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના તમામ જ્ઞાતિના લોકો ગામના પ્રાચીન શિવ મંદિરે એકઠા થયા... ગામના પાદરે 'ગૌરજ' દોડ: ચાર-ચાર ઢોલના નાદ સાથે આખું ગામ મહાદેવ મંદિરથી ગામના પાદર તરફ એકઠું થાય છે. ત્યાં માલધારીઓએ પોતપોતાની ગાયોને શણગારી, શિંગડાઓ અને ખરીઓને રંગી તથા કોટમાં ઘૂઘરા બાંધીને પાદરે લાવે છે. અને ગામના તમામ માલધારીઓની ગાયોને એકઠી કરીને દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ દિશામાં વારંવાર દોડાવવામાં આવી છે. ગાયો જ્યારે દોડે છે અને તેમની રજ ગામ તરફ ઉડે છે, ત્યારે 'ગૌરજ'થી ગામની સમૃદ્ધિ, સુખાકારી અને આરોગ્ય વધે છે એવી વર્ષો જૂની ધાર્મિક માન્યતા છે. આ માન્યતા પ્રમાણે આ વખતે પણ ભારે ધામધૂમથી ગાયોને દોડાવવામાં આવી હતી. ગૌ...

સુરેન્દ્રનગર BAPS સ્વામિનારાયણ મંદિરમાં ૧૦૦૦થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ

Image
સુરેન્દ્રનગર: નૂતન વર્ષના મંગલ પ્રારંભે સુરેન્દ્રનગર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત રીતે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા અને આધ્યાત્મિક ભાવનાના સમન્વય સાથે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ ૧૦૦૦થી પણ વધુ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. નવા વર્ષને આવકારવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો અને ભાવિકોની ભારે ભીડ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી. ભક્તોએ આ મનોહર અન્નકૂટનાં દર્શન કરી ધન્યતા અને કૃતજ્ઞતાની લાગણી અનુભવી હતી. આ અન્નકૂટમાં શાકભાજી, વિવિધ ફળો, સુકા મેવા, અને જાતજાતની મીઠાઈઓ સહિતની અનેક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધર્મચિંતનદાસજી સ્વામી – કોઠારી સ્વામીએ અન્નકૂટ દર્શનનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અન્નકૂટ ઉત્સવ એ પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને નૂતન વર્ષના પ્રારંભે જીવનમાં સત્સંગ તથા દિવ્યતા પ્રાપ્ત કરવાનો પવિત્ર અવસર છે. નૂતન વર્ષના પ્રથમ દિને જ હજારો હરિભક્તોએ મંદિરમાં દર્શન કરીને, અન્નકૂટ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો. અને સંતોના આશીર્વાદ મેળવીને પોતાના નવા વર્ષનો શુભારંભ કર્યો હતો. સમગ્ર મં...

સુરેન્દ્રનગર વહીવટીતંત્રની અનોખી દિવાળી: નિરાધાર વૃદ્ધો-બાળકો સાથે પર્વની ઉજવણી

Image
સુરેન્દ્રનગર: રોશનીના પર્વ દિવાળીની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે એક અનોખી અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી. સામાન્ય રીતે સરકારી કચેરીઓ કે પોતાના નિવાસ સ્થાને પર્વની ઉજવણી કરતા અધિકારીઓએ આ વખતે સોમાસર ગામ નજીક આવેલા “નિરાતઘર” ખાતે નિરાધાર વૃદ્ધો અને બાળકો સાથે દિવાળી મનાવીને સમાજને માનવતાનો સંદેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે.એસ. યાજ્ઞીક સહિતના ઉચ્ચ અધિકારીઓએ નિરાતઘરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત માત્ર ઔપચારિકતા નહોતી, પરંતુ વૃદ્ધો અને બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક હૃદયસ્પર્શી પ્રયાસ હતો. અધિકારીઓએ નિરાતઘરમાં રહેતા નિરાધાર વડીલો અને બાળકો સાથે સમય વિતાવ્યો હતો, તેમની ખબર-અંતર પૂછ્યા હતા અને પ્રેમપૂર્વક તેમની સાથે ભોજન કર્યું હતું. આ પ્રસંગે અધિકારીઓએ સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને ખાસ કરીને બાળકોને મીઠાઈ, ફટાકડા અને નાસ્તાનું વિતરણ કર્યું હતું. વૃદ્ધોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓની હાજરીથી નિરાતઘરનું વાતાવરણ એક પારિવારિક ઉત્સવ જેવું બની ગયું હતું. કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે...

મુળી પોલીસ દ્વારા ભેટ ગામે ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ, ₹૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

Image
સુરેન્દ્રનગર: મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં કાર્બોસેલ (કોલસા) ના ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી કાર્બોસેલના ૧૪ ગેરકાયદેસર ખનન કુવાઓ મળી આવ્યા હતા. પોલીસે તુરંત જ ખાણખનીજ વિભાગ, સુરેન્દ્રનગરની ટીમને જાણ કરી હતી, જેઓ સ્થળ પર પહોંચ્યા હતા. આ સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે અને ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાયેલ ચરખી નંગ-૧૦, લોખંડના પાઇપો નંગ-૧૬, ટ્રેકટર નંગ-૨, જનરેટર-૧, ડમ્પર-૧, મોટર સાયકલ નંગ-૦૧, તથા સ્થળ પર પડેલો કાર્બોસેલ (કોલસો) સહિત કુલ ₹૩૦,૦૦,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ મામલે મુળી પોલીસે ખનીજ ચોરી કરનાર ઈસમો વિરૂદ્ધ ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સદભાવના સેવા ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગરના ઝૂંપડપટ્ટી અને દિવ્યાંગોને ઉચ્ચ ગુણવત્તાની મીઠાઈ-ફરસાણનું વિતરણ:

Image
સુરેન્દ્રનગર: 'જીવન જીવવું તો સારું જીવવું, ખાવું તો સારું ખાવું, અને જો કોઈને ખવડાવવું હોય, તો પણ તમે જેવુ ખાતા હોય એવું જ ખવડાવવું જોઈએ' - આ વિચારને અનુસરીને, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગર શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ અને વંચિત બાળકો તેમજ દિવ્યાંગ લોકોને દિવાળીના તહેવાર નિમિત્તે ઉચ્ચ ગુણવત્તાની મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજસેવક, શ્રેષ્ઠ શિક્ષક અને સદભાવના સેવા ટ્રસ્ટ, સુરેન્દ્રનગરના પ્રમુખ દિનેશ રાઠોડ 'સાવન' દ્વારા આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે 80 ફૂટ રોડ પર આવેલ સ્વીટ માર્ટ માંથી સારી ક્વોલિટીની મીઠાઈ ખરીદી કરી ઝૂંપડપટ્ટીના બાળકોને આપી હતી. આ ઉપરાંત, શહેરમાં દિવ્યાંગ લોકોને શોધી શોધીને દરેકને 500 ગ્રામ મીઠાઈ, 250 ગ્રામ ચવાણું અને 250 ગ્રામ ગાંઠિયા આપવામાં આવ્યા હતા. આ વિતરણ પાછળનો હેતુ એ છે કે દિન-દુખિયા અને જરૂરિયાતમંદ લોકો પણ સૌની જેમ દિવાળી મનાવે અને મીઠાઈ ખાઈને આનંદ માણી શકે. દિનેશ રાઠોડ સાવને જણાવ્યું હતું કે તેમના પરિવારમાં તહેવારોમાં મીઠાઈ ન ખાવાનો રિવાજ છે, પરંતુ જ્યારે બીજા લોકો, ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારના બા...

ચોટીલામાં નાયબ કલેકટરે મીઠાઈના ભાવો અને ફટાકડાના લાયસન્સ અંગે આકસ્મિક તપાસ હાથ ધરી

Image
ચોટીલા શહેરમાં તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ મીઠાઈ અને ફટાકડાની દુકાનોમાં કાયદેસરની કામગીરી અંગે સઘન તપાસ હાથ ધરી હતી. તહેવારો દરમિયાન ગ્રાહકોને યોગ્ય ભાવ અને સુરક્ષિત ઉત્પાદનો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ નાયબ કલેકટરે વેપારીઓની બેઠક યોજી હતી જેમાં મીઠાઈના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા. સાથે જ, ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરવા ઈચ્છતા વેપારીઓ માટે લાયસન્સ ફરજિયાત હોવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે અંગે ચોટીલાની વિવિધ દુકાનોમાં તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન નાયબ કલેકટર અને તેમની ટીમે મીઠાઈની દુકાનોમાં જઈને નક્કી કરાયેલા ભાવો મુજબ વેચાણ થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરી. ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસૂલવામાં આવી રહ્યા છે કે નહીં તે પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું. ફટાકડાની દુકાનોમાં સ્ટોરેજ અને વેચાણ માટે કાયદેસર લાયસન્સ ધરાવા અંગે પણ તપાસ કરવામાં આવી. ફટાકડાના સ્ટોરેજ માટેના સ્થળોની પણ મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં સુરક્ષા નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરાઈ. નાયબ કલેક...

દિવાળીના પાવન પર્વે સુરેન્દ્રનગરનું દુધરેજ વડવાળા મંદિર અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠ્યું..

Image
સુરેન્દ્રનગર: દિવાળીના શુભ અવસર પર સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલું સુપ્રસિદ્ધ દુધરેજ વડવાળા મંદિર રંગબેરંગી અને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. આખો મંદિર પરિસર પ્રકાશના ઝગમગાટથી ઝળહળી ઉઠતાં એક દિવ્ય અને અદભૂત દ્રશ્ય સર્જાયું છે. દુધરેજ વડવાળા જગ્યાના નિર્મોહી પીઠાધેશ્વર મહંત કનીરામદાસજી બાપુ અને કોઠારી મહંત મુકુંદરામદાસજી બાપુ વિગેરેઓની આગેવાનીમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને આ પર્વ પર વડવાળા મંદિરની આ શોભા ભક્તોના હૃદયમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધા જગાવે છે. રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા આ ગુરુગાદી મંદિરને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે, જેને જોવા માટે આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ રોશની મંદિરની પવિત્રતા અને ભવ્યતામાં વધારો કરે છે, જેનાથી તહેવારનું વાતાવરણ વધુ ભક્તિમય અને ખુશનુમા બન્યું છે. ભક્તોએ વડવાળા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

SOG પોલીસે ૨૫ ગેરકાયદેસર ગાંજાના છોડ સાથે એક ઈસમ ઝડપી લીધો

Image
સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકાના પીપરાળી ગામના દેવશીભાઇ ગોબરભાઇ સાકરીયા (ઉં.વ. ૬૦, ધંધો: ખેતી)એ પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ વગર લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે રેઇડ પાડી હતી અને આરોપી દેવશીભાઇ સાકરીયાના કબજા ભોગવટાના સ્થળેથી ગેરકાયદેસર વાવેતર કરેલા લીલા ગાંજાના કુલ ૨૫ છોડ જપ્ત કર્યા હતા. આ છોડનું વજન ૮ કિલોગ્રામ હતું, જેની આશરે બજાર કિંમત ₹૮૦,૦૦૦/- આંકવામાં આવી છે. આરોપીએ વેચાણના ઇરાદે આ જથ્થાનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે. એસ.ઓ.જી.એ આરોપીની ધોરણસર અટકાયત કરી તેની વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળીની ખરીદી માટે સુરેન્દ્રનગરમાં ઉમટેલી ભીડ: બજારોમાં ઉત્સાહનો માહોલ

Image
સુરેન્દ્રનગર શહેરમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારોની મોસમ શરૂ થતાં જ શહેરના મુખ્ય બજારો, જવાહર રોડ, મેઇન રોડ, પતરાવાળી ચોક, વિઠ્ઠલ પ્રેસ રોડ અને શોપિંગ મોલ્સ—ખરીદદારોથી ખચાખચ ભરાઈ ગયા છે. લોકો કપડાં, ઘરેણાં, મીઠાઈઓ, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ જેવી વિવિધ વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત જોવા મળે છે. દિવાળીની ઉજવણી માટે ઘરોને શણગારવા માટે લાઇટિંગ, રંગોળી અને ઘર સજાવટની સામગ્રીની પણ ભારે માંગ જોવા મળી રહી છે. વેપારીઓ માટે આ સમય વર્ષનો સૌથી વ્યસ્ત અને લાભદાયક ગણાય છે. ઘણા વેપારીઓએ આ અવસરે વિશેષ ડિસ્કાઉન્ટ અને ઓફરો પણ જાહેર કરી છે, જેના કારણે ગ્રાહકોમાં વધુ ઉત્સાહ જોવા મળે છે. શહેરના ટ્રાફિક વિભાગે પણ વધતી ભીડને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર માટે માર્ગો બદલવામાં આવ્યા છે. પોલીસ તંત્ર પણ સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત રાખી રહ્યું છે. સ્થાનિક નાગરિકો કહે છે કે, “દિવાળી એ માત્ર ખરીદીનો તહેવાર નથી, પણ પરિવાર સાથે આનંદ માણવાનો અવસર છે. બજારમાં ભીડ હોવા છતાં લોકો ખુશીથી ખરીદી કરી ર...

સુરેન્દ્રનગરને 108 ની નવી બે એમ્બ્યુલન્સ મળી, કલેકટરે લીલી ઝંડી આપી

Image
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો માટે એક સારા સમાચાર છે. જિલ્લાના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવાના ઉમદા હેતુથી, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના હસ્તે આજે બે અત્યાધુનિક નવી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કલેકટર કચેરીના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં, કલેકટરએ લીલી ઝંડી આપીને આ સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સને જાહેર સેવામાં સમર્પિત કરી હતી. આ બે નવી એમ્બ્યુલન્સના ઉમેરાથી જિલ્લાના, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, ૧૦૮ સેવાની પહોંચ અને પ્રતિભાવની ઝડપમાં નોંધપાત્ર સુધારો થશે. ઇમરજન્સીના કિસ્સાઓમાં સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આ એમ્બ્યુલન્સ ચાવીરૂપ ભૂમિકા ભજવશે અને અનેક મૂલ્યવાન જીવન બચાવવામાં મદદરૂપ સાબિત થશે. નવી ૧૦૮ એમ્બ્યુલન્સ્સમાં તમામ જરૂરી અદ્યતન તબીબી ઉપકરણો, જેમ કે ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, અને અન્ય જીવનરક્ષક સાધનો ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) સહિતનો તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ અને અનુભવી ડ્રાઇવરની ટીમ તૈનાત રહેશે,  ગુજરાતની '૧૦૮ એમ્બ્યુલન્સ સેવા' ઇમરજન્સીના સમયમાં લોકો માટે સંજીવની સમાન છે. આ સેવા સંપૂર્ણ...