Posts

Showing posts from November, 2025

સુરેન્દ્રનગરમાં બ્રાહ્મણ અગ્રણીઓની બેઠક: રાજકોટ મહાસંમેલનની સફળતા માટે દ્રઢ સંકલ્પ

Image
સુરેન્દ્રનગર: આગામી ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય બ્રાહ્મણ મહાસંમેલનની તૈયારીના ભાગરૂપે, સુરેન્દ્રનગરમાં બ્રહ્મ અગ્રણીઓની વિશિષ્ટ બેઠક સુરેન્દ્રનગર ક્રિના મેમોરિયલ હોલ ખાતે યોજાઈ હતી. આ મહાસંમેલન રાજ્યભરના બ્રાહ્મણ સમાજની રાજકીય ઉપેક્ષા સામે એકતાપૂર્વક અવાજ ઉઠાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મહાસંમેલનની સફળતા માટે મિલનભાઈ શુક્લ અને તેમની ટીમે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી. તેમણે બ્રહ્મ અગ્રણી હરદીપભાઈ શુક્લ તેમજ બ્રાહ્મણ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો, મહિલાઓ અને અગ્રણીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે રાજકોટ મહાસંમેલનને ઐતિહાસિક બનાવવામાં કોઈ કસર નહીં રાખવામાં આવે. બ્રહ્મ અગ્રણીઓએ સંગઠન, એકતા અને સામૂહિક શક્તિના પ્રદર્શન સાથે મહાસંમેલનમાં મોટી સંખ્યામાં હાજરી આપવાનો નિર્ધાર કર્યો.  બ્રાહ્મણ સમાજના હિતો, હક અને સન્માન માટે એકસુર અવાજ ઉઠાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ બેઠક એક મજબૂત સંદેશ આપી ગઈ છે કે સમાજ હવે સક્રિય રીતે પોતાના હિત માટે આગળ વધવા તૈયાર છે. સુરે...

ઇપીએફ-95 પેન્શનરોની વેદના: સુરેન્દ્રનગરમાં પેન્શન વધારાની માંગ સાથે ઉગ્ર આંદોલન

Image
સુરેન્દ્રનગર : વધતી મોંઘવારી અને જીવનનિર્વાહની મુશ્કેલીઓ વચ્ચે ઇપીએફ-95 (EPF-95) યોજના હેઠળ આવતા પેન્શનરો ફરી એકવાર પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલી ઇપીએફ ઓફિસ સામે મોટી સંખ્યામાં પેન્શનરો એકત્ર થયા અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમની મુખ્ય માંગ છે કે તેમને માસિક ₹7,500 પેન્શન તેમજ મોંઘવારી ભથ્થું (DA) અને આરોગ્ય માટે રક્ષણ કવચ વીમા જેવી સુવિધાઓ તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ મામલે વિવિધ વિભાગોના ભૂતપૂર્વ કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો અને દેખાવો કર્યા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી. આ કારણે હવે પેન્શનરોને 'આશ્ચર્યજનક કાર્યક્રમ' દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો માર્ગ અપનાવવો પડ્યો છે. ભૂતપૂર્વ એસ.ટી. નિગમના સુપરવાઇઝર રહી ચૂકેલા રાણા વનરાજસિંહે જણાવ્યું કે, "અત્યારની મોંઘવારીમાં મળતું પેન્શન જીવનનિર્વાહ માટે પૂરતું નથી. અમારામાંથી ઘણા પેન્શનરો વૃદ્ધાવસ્થામાં પણ નોકરી કરવા મજબૂર છે. કોઈ વોચમેન તરીકે કામ કરે છે તો કોઈ શ્રમિક તરીકે મહ...

સુરેન્દ્રનગરમાં જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર: ડ્રગ્સ અને દારૂબંધી મુદ્દે સરકાર સામે આક્રોશ

Image
સુરેન્દ્રનગર  : જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અને ગુજરાતમાં વધતા ડ્રગ્સ તથા દારૂના દુષણ સામે કડક પગલાં લેવા માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં રાજ્યમાં ખુલ્લેઆમ ચાલતા નશાના વેપાર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. આ રજૂઆતનું મુખ્ય કારણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થયેલી શાબ્દિક ટકરાવ છે. મેવાણીએ રાજ્યમાં નશાની પ્રવૃત્તિઓ અંગે સરકારની નિષ્ફળતાને લઈને સવાલ ઉઠાવ્યા હતા, જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ આપેલા નિવેદન સામે પણ આવેદનપત્રમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, “ગાંધીજીના ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ડ્રગ્સ અને દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે, જે નવી પેઢીને બરબાદી તરફ દોરી રહ્યો છે.” આવેદનપત્રમાં રાજ્ય સરકારને આ બાબતે ગંભીરતા દાખવીને તાત્કાલિક પગલાં લેવા અને નશાના વેપાર પર અંકુશ લાવવા માટે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છ...

ચુડા 108 એમ્બ્યુલન્સના ઇએમટીની સતર્કતાથી પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની ખેતરમાં સફળ પ્રસૂતિ

Image
સુરેન્દ્રનગર : ચૂડા તાલુકાના રામદેવગઢ ગામની સીમમાં એક પરપ્રાંતિય શ્રમજીવી મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજતા EMT દાજીભાઈ રોજાસરા અને પાયલોટ શૈલેષભાઈ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાની સ્થિતિ ગંભીર હતી અને હોસ્પિટલ પહોંચવા માટે પૂરતો સમય ન હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને EMT દાજીભાઈએ તાત્કાલિક નિર્ણય લઈ કપાસના ખેતરમાં જ પ્રસૂતિ પ્રક્રિયા શરૂ કરી. તેમની કુશળતા અને અનુભવે કારણે પ્રસૂતિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને એક સ્વસ્થ નવજાત શિશુનો જન્મ થયો. પ્રસૂતિ બાદ નવજાત શિશુને કૃત્રિમ શ્વાસક્રિયા આપી જીવદાની આપી અને માતાને ઇન્જેક્શન તથા બોટલ ચડાવી તાત્કાલિક સારવાર આપી. બંને માતા અને બાળકની હાલત હાલ સ્થિર છે અને તેમને વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. EMT દાજીભાઈ અને તેમની ટીમના આ ઉમદા સેવા કાર્યને ધારાસભ્ય કિરિટસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા સહિત અનેક લોકોએ બિરદાવી હતી. તેમણે EMTની સતર્કતા, માનવતાવાદી ભાવના અને ફરજ પરની નિષ્ઠાને વખાણી હતી. આ...

ચોટીલામાં ડિજિટાઇઝેશનની ૧૦૦% સફળતા: શ્રેષ્ઠ BLOનો સન્માન

Image
સુરેન્દ્રનગર : ચોટીલા વિધાનસભા મતવિસ્તારમાં મતદાર નોંધણીની SIR (Special Intensive Revision) કામગીરી અંતર્ગત ડિજિટાઇઝેશનના કાર્યમાં ૧૦૦% સફળતા પ્રાપ્ત કરવી એ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સફળતાના પાયામાં રહેલા શ્રેષ્ઠ BLO (Booth Level Officer) ને સન્માનિત કરવામાં આવ્યા છે, જે લોકશાહીની મજબૂતી માટે તેમના અવિરત પ્રયત્નોનું પ્રતિબિંબ છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ કલેકટર અને ચોટીલા મતદાર નોંધણી અધિકારી એચ.ટી. મકવાણાના હસ્તે ૬૩-ચોટીલા વિધાનસભા ક્ષેત્રના ૭ શ્રેષ્ઠ BLO ને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા. આ સન્માનિત BLOમાં ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાના પ્રતિનિધિ અધિકારીઓનો સમાવેશ થાય છે: - સુરેશભાઇ કાનાણી (સોમાસર-૧૦૪)   - ઘનસુખભાઇ પટેલ (સરોડી-૧૩૨)   - જયંતકુમાર ચાવડા (જસાપર-૨૦૭)   - મહાવિરસિંહ પરમાર (ભોજપરા-૨૭૫)   - સીમાબેન કોળી પટેલ (લોમાકોટડી-૨૩૫)   - રાઠોડ નયનભાઇ (સણોસરા-૨૬૪)   - હાલાણી તુષારકુમાર (શેખપર-૨૨) આ સન્માન માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર તંત્રની ટીમવર્ક અને પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. B...

ખમીસણા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ.૫૫ લાખના ખર્ચે રોડનું કામ શરૂ

Image
સુરેન્દ્રનગર : શહેરના શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને નાગરિકોને આધુનિક તથા મજબૂત અવસરો ઉપલબ્ધ કરાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં ખમીસણા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત નવા પીસીસી રોડના નિર્માણની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ખમીસણા ગામમાં અંદાજે રૂ. ૫૫ લાખના ખર્ચે કુલ ૧,૫૦૦ મીટર લંબાઈનો પીસીસી (પ્લેઈન સિમેન્ટ કંક્રીટ) રોડ બનાવવામાં આવશે. આ નવી સડકના નિર્માણથી ખમીસણા ગામ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સુરેન્દ્રનગર શહેર સાથે વધુ સારી અને સરળ કનેક્ટિવિટી મળશે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન રસ્તાઓમાં થતી મુશ્કેલીઓથી રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. પીસીસી રોડના નિર્માણથી માત્ર વાહન વ્યવહાર જ નહીં, પરંતુ વિસ્તારના વિકાસને પણ નવો વેગ મળશે. સ્થાનિક નાગરિકોએ પણ આ કામગીરીનું હર્ષપૂર્વક સ્વાગત કર્યું છે અને મહાનગરપાલિકાના પ્રયાસોની પ્રશંસા કરી છે. આ કામગીરી પૂર્ણ ...

સંકલ્પ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓનું ખેલ મહાકુંભ ૨૦૨૫માં કરાટેમાં શાનદાર પ્રદર્શન

Image
સુરેન્દ્રનગર: ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી કરાટે સ્પર્ધામાં સંકલ્પ વિદ્યાલયની અંડર-૧૪ કેટેગરીની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ શનિવારે સી.યુ. શાહ ઇંગ્લિશ સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સંકલ્પ વિદ્યાલયની બહેનોની ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંડર-૧૪ કરાટે સ્પર્ધામાં સંકલ્પ વિદ્યાલયની ત્રણ વિદ્યાર્થીનીઓએ મેડલ જીત્યા હતા. જેમાં મારૂણિયા દિવ્યાએ ૩૦ થી ૩૪ કિલોગ્રામ વજન જૂથમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. કથીરિયા કન્વીએ ૩૪ થી ૩૮ કિલોગ્રામ વજન જૂથમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે પરમાર મહેકે ૨૪ થી ૨૬ કિલોગ્રામ વજન જૂથમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિથી શાળામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વિશેષ વાત એ છે કે, પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ—મારૂણિયા દિવ્યા અને કથીરિયા કન્વી—હવે આગામી રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિથી શાળાના શિક્ષકો અને વાલીઓમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીનીઓના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદ...

સુરેન્દ્રનગરમાં આંબેડકર ચોક ખાતે સંવિધાન દિવસની ઉજવણી

Image
સુરેન્દ્રનગર  : શહેરના આંબેડકર ચોક ખાતે 26 નવેમ્બરના રોજ "સંવિધાન દિવસ"ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પવા અને બંધારણના મહત્વને ઉજાગર કરવાના હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા. આ પ્રસંગે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાજુભાઈ પરમાર, રમેશભાઈ સુમેરા, કિશોરભાઈ ચૌહાણ, રમેશભાઈ પરમાર અને વિવેક ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય બંધારણના મૂળભૂત મુલ્યો અને લોકશાહી, સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય જેવા આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ડો. આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ બંધારણ પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાગરિકોએ એકબીજાને સંવિધાન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને બંધારણીય જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં બંધારણ પ્રત્યે ગૌરવની ભાવના જગાડવામાં આવી હતી અને લોકશાહી મૂલ્યોના સંવર્ધ...

સુરેન્દ્રનગર એસઓજીની મોટી કાર્યવાહી: રૂ. 2.79 કરોડના ગાંજાની ખેતી પકડી, એકની ધરપકડ

Image
સુરેન્દ્રનગર surendranagar : જિલ્લાના ખીટલા ગામની પામર સીમમાં એસઓજી (Special Operations Group) દ્વારા ગેરકાયદેસર ગાંજાની ખેતી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પીએસઆઈ આર.જે. ગોહિલને મળેલી ગુપ્ત બાતમીના આધારે એસઓજીની ટીમે 19 કલાક લાંબી રેડ ચલાવી હતી, જેમાં રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભુપતભાઈ ખવડ (ઉ.વ. 48, રહે. ખીટલા, તા. સાયલા) નામના ઈસમને તેની વાડીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીએ કપાસના વાવેતરની આડમાં પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. એસઓજીની ટીમે સ્થળ પરથી 180 નંગ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા, જેનું વજન 559 કિલો 700 ગ્રામ હતું. આ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 2 કરોડ 79 લાખ 85 હજાર છે. આરોપીની ધરપકડ કરીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રેડ દરમિયાન અનેક રસપ્રદ ઘટનાઓ પણ સામે આવી. ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન GRD જવાનોની મદદ લેવામાં આવી, જે ગ્રામ્ય વિસ્તારના હોવાને કારણે ખેતીકામમાં નિપુણ હતા. અમુક છોડમાં મધમાખીઓ બેસી જતાં ધુમાડો કરીને તેમને દૂર કરવામાં આવ્યા. કબજામાં લેવાયેલા ગાંજાના છોડ 12 ફૂટ લાંબા હતા, જ...

દિવ્યાંગોને સહાયક સાધનોનું વિતરણ: માનવસેવાની અનોખી પહેલ

Image
સુરેન્દ્રનગર surendranagar: જિલ્લાના સાયલા ખાતે આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ તાલુકાઓમાંથી આવેલા દિવ્યાંગ ભાઈઓ-બહેનોને જીવન જરૂરી સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વ્હીલચેર, ટ્રાયસિકલ, સિલાઈ મશીન જેવી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું, જે દિવ્યાંગોની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવામાં સહાયક બની રહેશે. આ ઉમદા કાર્યમાં ધ્રાંગધ્રા તાલુકાની દિવ્યાંગ સમાજ સેવિકા દેપાળા સીતાબેન અને રાજેશભાઈએ ટ્રસ્ટ સાથે સંકલન સાધીને તાલુકાના લાભાર્થીઓ માટે પાંચ ટ્રાયસિકલની વ્યવસ્થા કરી હતી. આ સહાયથી લાભાર્થીઓના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને સુવિધાનો સંચાર થયો છે. આશીર્વાદ ટ્રસ્ટના પ્રયાસથી દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં સન્માનભેર અને સ્વાવલંબી જીવન જીવવામાં મદદ મળશે. આ કાર્યક્રમ માત્ર સાધન વિતરણ પૂરતો નહીં, પણ માનવતાની ભાવનાને ઉજાગર કરતો એક ઉદાહરણ બની રહ્યો છે. ટ્રસ્ટના કાર્યને સ્થાનિક લોકો અને લાભાર્થીઓ દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યું છે. આવી પ્રવૃત્તિઓથી સમાજમાં સમરસતા અને સહાનુભૂતિનો ભાવ વધે છે, તેમજ દિવ્યાંગ વ્યક્ત...

ચોટીલામાં એસબીઆઈ એટીએમ લૂંટનો પ્રયાસ નિષ્ફળ: મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપી ઝડપાયા, ₹2.60 લાખનો મુદ્દામાલ જપ્ત

Image
સુરેન્દ્રનગર Surendranagar : જિલ્લાના ચોટીલા શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના એટીએમમાંથી લાખો રૂપિયાની લૂંટ કરવાનો પ્રયાસ કરતી એક આંતરરાજ્ય ગેંગને ચોટીલા પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી એક મોટી લૂંટની ઘટના ટળી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર ચોટીલા તાલુકાના નવાગામનો રહેવાસી અજય ઉઘરેજા છે, જે પરિસ્થિતિजन્ય આર્થિક સંકડામણ અને આશરે 8 લાખ રૂપિયાના દેવાના ભારણ હેઠળ હતો. આર્થિક તંગીમાંથી બહાર નીકળવા માટે તેણે એટીએમ તોડી લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ કામ માટે તેણે બિહારના ત્રણ શખ્સો – રોકીરાજ કુશવાહ, રવિશંકર શાહ અને બિરૂકુમારનો સંપર્ક કર્યો હતો. આ ત્રણેયને ચોટીલામાં બોલાવીને, ગેંગના અન્ય સભ્ય મેહુલ મકવાણાની મદદથી રાજકોટની હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોપીઓએ લૂંટ માટે પૂર્વ તૈયારી રૂપે એટીએમ તોડવાના સાધનો જેવી કે હથોડી, કટર, તણી વગેરે ખરીદ્યા હતા. લૂંટને અંજામ આપવા પૂર્વે તેમણે એટીએમ અને આસપાસના વિસ્તારમાં રેકી પણ કરી હતી. ગુપ્ત બાતમીના આધારે ચોટીલા પોલીસે સમયસર કાર્યવાહી કરી અને તમામ પાંચ આરોપીઓને...

સુરેન્દ્રનગર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

Image
સુરેન્દ્રનગર Surendranagar  : સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગર-વઢવાણ જોડિયા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હવે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. દિન-પ્રતિદિન વાહનોની સંખ્યામાં થઈ રહેલા બેફામ વધારા અને તેની સામે પાર્કિંગ તેમજ રોડ-રસ્તાની પૂરતી સુવિધાના અભાવે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ સમસ્યા વધુ વિકટ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. શહેરની જનસંખ્યામાં જે ઝડપે વધારો થઈ રહ્યો છે, લગભગ તે જ ગતિએ વાહનોની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નગરપાલિકા માંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરના વિકાસની ગતિ ઝડપી બની છે, પરંતુ આડેધડ બાંધકામો અને વાહનોના પાર્કિંગ માટે કોઈ નક્કર આયોજનના અભાવે ટ્રાફિકની ગૂંચ વધુ ઘેરી બની છે. શહેરના મુખ્ય માર્ગો જેવા કે ટાવર ચોક, સી.જે. હોસ્પિટલ રોડ, પતરાવાળી ચોક, જવાહર ચોક અને બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં તો દિવસના મોટા ભાગના સમયમાં વાહનોની લાંબી કતારો લાગી હોય તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે. આ વિસ્તારોમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થિત સુવિધા ન હોવાથી...

સુરેન્દ્રનગરમાં ૫૧મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન

Image
સુરેન્દ્રનગર Surendranagar : શહેરમાં ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ૫૧મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ સફળતાપૂર્વક યોજાયો હતો. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, લાયન્સ ક્લબ-મેઈન સુરેન્દ્રનગર અને લોહાણા હીતરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે દર મહિને યોજાતી આ સેવા પ્રવૃત્તિએ જરૂરિયાતમંદોને આશાની કિરણ આપી છે. આ વખતે યોજાયેલા કેમ્પમાં કુલ ૭૬ દર્દીઓએ OPD સેવાનો લાભ લીધો હતો. તેમાંમાંથી ૨૯ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓને રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. દર્દીઓ માટે આ સેવા માત્ર દ્રષ્ટિ પણ જીવનમાં નવી આશા અને આત્મવિશ્વાસ લાવનારી સાબિત થાય છે. આ યજ્ઞને સફળ બનાવવા માટે ડેલ ફાઉન્ડેશનના નિરંજનભાઈ ડેલીવાળા અને તેમના પરિવારનો વિશેષ સહયોગ મળ્યો હતો. લાયન્સ ક્લબ-મેઈન તરફથી યોગેન્દ્રસિંહ સોલંકી અને તેમની ટીમે, લોહાણા હીતરક્ષક સમિતિના કેકીન ગણાત્રા અને તેમની ટીમે તેમજ કિરીટભાઈ ત્રિવેદી અને તેમની ટીમે સેવા ભાવનાથી કાર્ય કર્યું હતું. આ પ્રકારના નેત્રયજ્ઞો સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાના મહત્વપૂર્ણ સાધન બની રહ્યા છે....

ટેકનિકલ શિક્ષણમાં ક્રાંતિ: સી.યુ. શાહ પોલિટેકનિક અને ચોક્સી સ્કિલ્સ વચ્ચે ઐતિહાસિક MoU

Image
સુરેન્દ્રનગર Surendranagar : ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ સંચાલિત સી.યુ.શાહ પોલીટેકનિક સુરેન્દ્રનગર અને ચોકસી સ્કીલ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવો માર્ગ ખૂલ્યો છે. આ સહયોગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન, ટેક્નોલોજીકલ અપ-ગ્રેડેશન અને ઉચ્ચ રોજગારક્ષમતાનો નવો આયામ શરૂ થયો છે. આ MoUનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગની માંગ મુજબ તૈયાર કરવાનો છે. કરારના મુખ્ય આધાર સ્તંભોમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા ઉભરતી ટેક્નોલોજીમાં તાલીમ, ઇન્ડસ્ટ્રિયલ તાલીમ અને મુલાકાતો દ્વારા વાસ્તવિક ઉદ્યોગ વાતાવરણનો અનુભવ, અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોને સમાવીને કસ્ટમાઇઝ્ડ અભ્યાસક્રમનું આધુનિકીકરણ સામેલ કરવામાં આવ્યું છે. આ ભાગીદારી થી AICTE ઇન્ટર્નશિપ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને જોબ પ્લેસમેન્ટની સીધી તકો પૂરી પાડવનો છે. જે તેમના કારકિર્દીના નિર્માણમાં નિર્ણાયક સાબિત થશે. આ પ્રસંગે સી.યુ.શાહ પોલિટિકલના પ્રિન્સિપાલ જી.કે. મકવાણા અને ચોકસી સ્કીલના ચેરમેન Vaibhav Choksi સર વૈભવભાઈ ચોકસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ...

સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં પાણીની લાઈનમાં સતત ભંગાણ, નાગરિકો ત્રાહિમામ પોકાર્યા

Image
  સુરેન્દ્રનગર Surendranagar  : શહેરના ૮૦ ફૂટ રોડ અને નવા ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં પાણીની લાઈનમાં વારંવાર થતા ભંગાણને કારણે સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં મહાનગરપાલિકાનું નિર્માણ થયા બાદ સુવિધાઓમાં સુધારો થવો જોઈએ તેમ છતાં પાણીના વેડફાટ અને લાઈન તૂટવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક અગ્રણી અમૃતભાઈ મકવાણાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, દરરોજ પાણી વિતરણ દરમિયાન લાઈનો તૂટી જાય છે, જેના કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ જાય છે. રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને રીપેર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા વારંવાર ખાડા ખોદવામાં આવે છે અને રીપેરીંગના કામો માટે લાખો રૂપિયાનું ખર્ચ થાય છે. નગરજનો આક્ષેપ કરી રહ્યા છે કે લાઈનો નાખતી વખતે નબળી ગુણવત્તાનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેના કારણે વારંવાર તૂટફૂટની ઘટનાઓ બની રહી છે. રસ્તાઓ પર સતત પાણી ભરાતા અકસ્માતની શક્યતા વધી રહી છે અને વાહનચાલકો માટે આ માર્ગો જોખમભર્યા બની...

ઓમપ્રકાશ ધનખડજીએ ચોટીલામાં મા ચામુંડાના કર્યા દર્શન, જીલ્લા ભાજપ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

Image
સુરેન્દ્રનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ધનખડજીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ મા ચામુંડા માતાના મંદિરે દર્શન માટે પધાર્યા હતા. આ પાવન અવસરે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના માનનીય અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા ધનખડજીનું પરંપરાગત રીતે પાઘડી અને શાલ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓમપ્રકાશ ધનખડજી સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશનના ડિરેક્ટર નરેશભાઈ કેલા પણ મા ચામુંડાના દર્શન માટે જોડાયા હતા. આ તમામ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને સૌ મિત્રો, સ્નેહીજનો અને પ્રદેશની સુખાકારી તથા સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. આમ, રાષ્ટ્રીય સ્તરના નેતાની આ મુલાકાતથી સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગરમાં ₹૮૩૨.૬૩ લાખના ખર્ચે આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત: ટ્રાફિક સમસ્યા હળવી થવાની આશા

Image
સુરેન્દ્રનગર surendranagar  : શહેરના માળખાગત વિકાસને વધુ મજબૂતી આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરના નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત સુધીના આર.સી.સી. રોડના નિર્માણ માટે ₹૮૩૨.૬૩ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગર શહેરી વિકાસ સત્તામંડળ અને મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. વિધિવત ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ૭.૧૦ મીટર પહોળો આ આર.સી.સી. રોડ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ ઉમેરો કરશે. વાહન વ્યવહાર વધુ સરળ બનશે અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ આધુનિક ગુણવત્તાવાળો રોડ શહેરીજનો અને મુસાફરો માટે વધુ સુવિધાજનક સાબિત થશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટના આરંભથી શહેરના વિકાસમાં નવી ઊર્જા ઉમેરાઈ છે અને સ્થાનિક લોકોમાં આશાવાદનો માહોલ જોવા મળ્યો છે. આ આર.સી.સી. રોડના નિર્માણથી ન માત્ર વાહન વ્યવહાર સુધર...

લીંબડી ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ‘યુનિટી માર્ચ’ પદયાત્રા યોજાઈ

Image
સુરેન્દ્રનગર surendranagar (અશ્વિનસિંહ રાણા, લીંબડી દ્વારા) : ભારતના લોખંડી પુરુષ અને આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે લીંબડી ખાતે 'એક ભારત - આત્મનિર્ભર ભારત'નો સંદેશ આપતી ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. આ પદયાત્રા લીંબડી હાઇવે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને ઘાઘરેટિયા ગામ સુધી લગભગ ૧૦ કિલોમીટરના માર્ગ પર યોજાઈ હતી. સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પી.કે. પરમાર અને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટના હસ્તે આ પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. સ્વદેશી અને આત્મનિર્ભરતા પર ભાર આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ દેશવાસીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, “હવે દેશના હિતમાં સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનવાનો સમય આવી ગયો છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે દરેક નાગરિકે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રાથમિકતા આપવી જોઈએ. પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ પણ આત્...

યુનિટી માર્ચ: વઢવાણ વિધાનસભામાં જિલ્લા કક્ષાની 10 કિલોમીટરની પદયાત્રા..

Image
સુરેન્દ્રનગર Surendranagar : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના ઐતિહાસિક વર્ષ નિમિત્તે 'એકતા મંત્ર'ને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલી આ ભવ્ય પદયાત્રાનું સમાપન નાના કેરાળા ખાતે આવેલા હનુમાનજી મંદિર ખાતે થયું હતું. આ યુનિટી માર્ચમાં નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિતના અગ્રણી પદાધિકારીઓ અને અધિકારીગણની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. 'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી'નો સંદેશ આ પદયાત્રા દ્વારા 'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી'ના સંદેશને મજબૂત બનાવીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ગૌરવભેર યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓને એક ...

સુરેન્દ્રનગરમાં "I Love Zalawad" બોર્ડથી ઝાલાવાડ પ્રત્યેના પ્રેમને નવી ઓળખ

Image
સુરેન્દ્રનગર Surendranagar : શહેરમાં નાગરિકોની લાગણીઓ અને સ્થાનિક ગૌરવને ઉજાગર કરવા માટે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં "I Love Zalawad" લખાયેલું આકર્ષક બોર્ડ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે શહેરના હૃદયસ્થળે, મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી નજીકના ત્રણ રસ્તા પર મૂકવામાં આવ્યું છે. આ બોર્ડ ત્રણેય દિશામાંથી સ્પષ્ટ રીતે દેખાય તે રીતે રચાયું છે, જેથી દરેક પસાર થતો નાગરિક અને મુલાકાતી તેની સુંદરતા અને સંદેશથી પ્રભાવિત થાય. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં તેમના વતન ઝાલાવાડ પ્રત્યેના પ્રેમ અને ગૌરવની ભાવનાને દૃશ્યમાન અને આધુનિક રીતે વ્યક્ત કરવાનો છે. આ બોર્ડ માત્ર એક શિલ્પ નથી, પરંતુ એક ભાવનાત્મક સંદેશ છે, જે શહેરના લોકોના હૃદયની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. નાગરિકો હવે આ બોર્ડ સાથે ફોટા ખેંચી, તેને સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાના શહેર પ્રત્યેના પ્રેમને વિશ્વભરમાં વ્યાપક રીતે વ્યક્ત કરી શકે છે. આ પહેલને શહેરના નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. લોકો આ બોર્ડને માત્ર એક ફોટો પોઈન્ટ તરીકે નહીં, પણ એક ગૌરવના પ્રતિકરૂપે ...

SGFI વોલીબોલ સ્પર્ધામાં રુદ્રસિંહ રાણા ગુજરાતનું ગૌરવ વધારશે

Image
સુરેન્દ્રનગર Surendranagar : જિલ્લાના જોરાવરનગર ગામના યુવાન અને પ્રતિભાશાળી વોલીબોલ ખેલાડી રુદ્રસિંહ જયદિપસિંહ રાણાએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. SGFI (School Games Federation of India) દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતની અંડર-૧૯ ટીમમાં તેમની પસંદગી થઈ છે. હાલ તેઓ મધ્યપ્રદેશ ખાતે યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મૂળ વણા ગામના અને હાલ જોરાવરનગરમાં નિવાસી રુદ્રસિંહ રાણા હાલમાં નડિયાદ વોલીબોલ એકેડમીમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમણે માત્ર ૮ વર્ષની નાની ઉંમરે સુરેન્દ્રનગરની સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબમાં યશપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વોલીબોલની તાલીમ શરૂ કરી હતી. તેમની રમતગમતની પ્રગતિ અને પ્રતિભા એ સમયથી જ સ્પષ્ટ થવા લાગી હતી. અગાઉ પણ રુદ્રસિંહે રાજ્ય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમણે ખેલમહાકુંભની અંડર-૧૪ સ્ટેટ ચેમ્પિયનશિપમાં સુરેન્દ્રનગર જિલ્લાને બ્રોન્ઝ મેડલ અપાવ્યું હતું. તેમની આ સિદ્ધિએ તેમને વધુ ઊંચા મંચ સુધી પહોંચાડવા માટે માર્ગ મોકળો કર્યો છે. SGFI સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં તેમની પસંદગી થવા બદલ સેવન સ્ટાર ક્લબના સભ્યો, સ્થા...

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

Image
સુરેન્દ્રનગર Surendranagar : સુરેન્દ્રનગરમાં આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન જન્મ જયંતી નિમિત્તે એક અનોખા અને સેવા-સપ્રેરિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું — સર્વરોગ નિદાન કેમ્પ, જેમાં ૫૫૦થી વધુ દર્દીઓએ આરોગ્યલાભ મેળવ્યો.  આ સેવાયજ્ઞનું આયોજન શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સુરેન્દ્રનગર સ્પિરિચ્યુઅલ સેંટર દ્વારા ગુરુદેવ રાકેશજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સી.યુ.શાહ કોલેજ એન્ડ હોસ્પિટલના સહયોગથી આયોજિત આ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી, જેમાં રેડિયોલોજી અને પેથોલોજી ટેસ્ટ પર વિશેષ ડિસ્કાઉન્ટ તેમજ ફૂલ બોડી ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ હતી. આ કેમ્પમાં ૪૦થી વધુ ડોક્ટરો, ૧૨૦થી વધુ હોસ્પિટલ સ્ટાફ અને ૩૦થી વધુ સેવકોની નિષ્ઠાપૂર્વકની સેવા દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.  આ પ્રકારના આરોગ્ય કેમ્પો સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાના સાથે સાથે માનવસેવાની ભાવનાને પણ પ્રગટ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમૂલ્યોને અનુરૂપ આ સેવાયજ્ઞે અનેક દર્દીઓને આરોગ્યની નવી આશા આપી છે — જે ખરેખર પ્રશંસનીય છે.

સુરેન્દ્રનગર BAPS સ્વામિનારાયણ મંદિરનો ૨૯મો પાટોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

Image
સુરેન્દ્રનગર શહેરમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરનો ૨૯મો પાટોત્સવ તા. ૧૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ ભવ્ય અને ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો. ઝાલાવાડની રાજધાની સમા આ શહેરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત આ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે ગઢડાના કોઠારી સંત અધ્યાત્મ સ્વરૂપ સ્વામી અને લીંબડી મંદિરના કોઠારી સંત મંગલચરિત સ્વામીની પાવન ઉપસ્થિતિમાં વૈદિક વિધિઓ યોજાઈ હતી. વહેલી સવારે હરિભક્તોએ મંગળા આરતી, મહાપૂજા, અભિષેક વિધિ અને પાટોત્સવ આરતીમાં ભાગ લઈ ભક્તિનો અલૌકિક અનુભવ કર્યો હતો. વિશેષરૂપે, દરેક હરિભક્તને અક્ષર પુરુષોત્તમ મહારાજના અભિષેકનો વ્યક્તિગત લાભ મળ્યો હતો, જે ભક્તો માટે એક વિરલ અને આત્મિક અનુભૂતિ બની રહી. પાટોત્સવની પ્રતીક રવિસભામાં BAPS સંસ્થાના વિદ્વાન સંત અધ્યાત્મ સ્વરૂપ સ્વામીએ ‘બનીએ ચૈતન્ય મંદિર’ વિષય પર પ્રવચન આપ્યું હતું. તેમણે શ્રોતાઓને પ્રેરણા આપી કે નૂતન મંદિરના નિર્માણની સાથે-સાથે દરેકના મન પણ મંદિર સમાન પવિત્ર અને ચૈતન્યમય બને. આ પ્રવચન દ્વારા ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનમાં શાંત...

સુરેન્દ્રનગરમાં ‘કર્મણ્યે ફાઉન્ડેશન’ દ્વારા સમાજ સેવકોનું સન્માન સમારોહ

Image
સુરેન્દ્રનગર: શહેરના સર્કિટ હાઉસ ખાતે ‘કર્મણ્યે ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા એક પ્રેરણાદાયી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સમાજ સેવા આપનાર સેવકોને મેડલ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. રાજનભાઈ રઘુવંશી અને સેક્રેટરી ડૉ. કૃપલભાઈ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયો હતો. આ અવસરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રાહક સુરક્ષા પ્રાંતના સભ્ય વૈભવભાઈ ચોક્સી, ઔદિચ્ય બ્રહ્મ જ્ઞાતિ જોરાવરનગરના મંત્રી દિલીપભાઈ દવે, નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રતિનિધિ જગદીશસિંહ રાણા અને જાણીતા લેખક ડૉ. મનોજભાઈ પંડ્યા જેવા નામચીન વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ સન્માન સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં નિઃસ્વાર્થ સેવા આપતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવનારા સેવકોને માન આપવાનો હતો. આવા સેવકોના કાર્યને માન્યતા આપવી અને અન્ય લોકોને પણ સમાજસેવા માટે પ્રેરણા આપવી એ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. કાર્યક્રમનું સંચાલન જ...

ચોટીલા નાયબ કલેક્ટરના દરોડા: સરકારી ગૌચર જમીનમાંથી ₹૩.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત!

Image
સુરેન્દ્રનગર : મૂળીના લીમલી ગામની સરકારી ગૌચર જમીનમાં ગેરકાયદેસર માટી રેતીનું ખનન ઝડપાયું, ૨ જેસીબી અને ૬ ડમ્પર સહિત કુલ ૮ વાહનો સાથે ૩.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. મુળી તાલુકાના છેવાડાના ગામ લીમલીની સરકારી ગૌચર જમીન, સર્વે નંબરવાળી જગ્યાએ, બે અલગ-અલગ સ્થળોએથી માટી/રેતીનું મોટા પાયે ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવતા ટીમે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન ખનન માટે વપરાતા કુલ ૮ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં ૨ જેસીબી અને ૬ ડમ્પરોનો સમાવેશ થાય છે. આમ કુલ કિંમત રૂપિયા ૩ કરોડ ૨૦ લાખનો મુદ્દામાલ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલ મુદ્દામાલને નિયમોનુસાર મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદેસર ખનન બાબતે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ બંને ઈસમો સામે કાયદેસર...

સુરેન્દ્રનગર: સંબંધમાં આવેલ કડવાસથી નિર્મમ હત્યા, ચકચાર

Image
સુરેન્દ્રનગર (Surendranagar): જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે એક યુવતીની નિર્મમ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યારાએ યુવતીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ઘટના બાદ તે તુરંત ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જોબાળા ગામની હેતલબેન ભુપતભાઈ નામની યુવતીને કોઈ શખ્સે સંબંધમાં આવેલ કડવાશ કે અન્ય કોઈ કારણોસર આરોપીએ ગુસ્સામાં આવીને હેતલબેન પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. છરીના ઘા ઝીંકવાથી યુવતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક જોબાળા ગામે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે યુવતીની લાશનો કબજો મેળવી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યારો હાલ ફરાર હોવાથી તેને પકડવા માટે સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. યુવતીની આ નિર્મમ હત્યાને કારણે જોબાળા ગામ સહિત ચુડા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રિપોર્ટર...

વઢવાણ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ-૨૦૨૫ સફળતાપૂર્વક સંપન્ન

Image
સુરેન્દ્રનગર: સરસ મજાના શિયાળાના હૂંફાળા વાતાવરણમાં વઢવાણ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ-૨૦૨૫ આજે તા.૧૪ નવેમ્બરના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો. છેલ્લા દિવસની એથ્લેટિક્સ સ્પર્ધાઓએ ઉત્સાહનું વાતાવરણ જાળવી રાખ્યું હતું. તાલુકા કક્ષાના આ ખેલ મહાકુંભના છેલ્લા દિવસે, ભાઈઓના તમામ વિભાગોની એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમણીય અને સુંદર કાર્યક્રમમાં, દોડની સ્પર્ધાઓનું પ્રસ્થાન કરાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ અધિકારી ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેણે ખેલાડીઓનો જુસ્સો બમણો કર્યો હતો. તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભ-૨૦૨૫ વઢવાણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. વઢવાણ તાલુકા કન્વીનર હરેશભાઈ રાતડીયા અને તેમની ટીમે આ આખા કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા માટે સરાહનીય પ્રયાસો કર્યા હતા. આ ખેલ મહાકુંભ દ્વારા અનેક પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને તેમની ક્ષમતા દર્શાવવાની તક મળી છે, જે હવે જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે .

સુરેન્દ્રનગર પોલીસનું મેગા ઓપરેશન: સાયલામાં ₹60 લાખનો વીજ ચોરીનો દંડ, 13 વાહન ડિટેઇન

Image
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો અને માથાભારે ઈસમો પર સપાટો બોલાવતું એક મેગા કોમ્બિંગ અને વીજ ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ ₹60 લાખનો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 13 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. નાયબ પોલીસ અધિક્ષક (DySP) વી.એમ. રબારીના નેતૃત્વ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), અને લીંબડી ડિવિઝનના અધિકારીઓ સહિત કુલ 70 પોલીસકર્મીઓની બનેલી ટીમે આ ઓપરેશનમાં ભાગ લીધો હતો. આ ટીમને સાથ આપવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના 90 કર્મચારીઓ પણ જોડાયા હતા. ₹60 લાખનો વીજ ચોરીનો દંડ પોલીસ અને PGVCLની સંયુક્ત ટીમે સાયલા વિસ્તારમાં અસામાજિક અને માથાભારે ઈસમોના રહેણાંક સ્થળોને વિશેષ લક્ષ્ય બનાવીને ગેરકાયદેસર વીજ જોડાણોની સઘન તપાસ કરી હતી. આ ચેકિંગ દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર વીજ કનેક્શનો મળી આવ્યા હતા, જેના પગલે કાયદેસરની કાર્યવાહી કરીને વીજ ચોરી કરનારાઓને કુલ ₹60 લાખનો દંડ ફટ...

સુરેન્દ્રનગરને ચોમાસાના જોખમથી મુક્તિ: PGVCL દ્વારા ₹૩ કરોડથી વધુના ખર્ચે અંડર ગ્રાઉન્ડ વાયરિંગનું ખાતમુહૂર્ત

Image
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના નાગરિકો માટે એક રાહતરૂપ સમાચાર છે, કારણ કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા શહેરમાં વીજળીના અકસ્માતોને ટાળવા માટે મહત્ત્વપૂર્ણ અંડર ગ્રાઉન્ડ વાયરિંગ પ્રોજેક્ટનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગર શહેરને વીજળીના માળખાકીય સુધારા માટેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે સમાવિષ્ટ કરીને શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ જૂના અને જોખમી ઓવરહેડ (ઉપરથી પસાર થતા) વીજ વાયરને ભૂગર્ભમાં નાંખવાનો છે, જેથી ખાસ કરીને ચોમાસા દરમિયાન થતા વીજ શોક અને અકસ્માતોનું નિવારણ લાવી શકાય. રૂ. ૩ કરોડથી વધુના ખર્ચે હાથ ધરાનારી આ યોજના હેઠળ, શહેરના બે મુખ્ય વિસ્તારો – પાવર હાઉસ ફીડર અને હાટકેશ્વર ફીડર – માં કામગીરી કરવામાં આવશે. આ બંને ફીડર હેઠળ કુલ ૨૧ કિલોમીટરની લંબાઈમાં વીજ કેબલ જમીનની અંદર નાંખવામાં આવશે. PGVCLના આ પગલાથી હવે સુરેન્દ્રનગર શહેરના આ વિસ્તારોમાં વીજ વાયર તૂટી પડવા, પતંગના દોરાથી શોર્ટ સર્કિટ થવા અથવા ભારે પવન અને વરસાદને કારણે થતા વીજ પ્રવાહના અનિયમિતતા જેવા જોખમો દૂર થશે. પ્રોજેક્ટ પૂરો થતાં શહેરના એક મોટા ભાગના રહેવાસીઓને મા...